Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વડોદરાના મકરપુરામાં વરસતા વરસાદમાં તસ્કરો સક્રિય:આલગ અલગ સોસાયટીમાં ત્રાટકી હાહાકાર મચાવ્યો

વડોદરા:મકરપુરા અને તરસાલી વિસ્તારમાં આવેલી વ્રજધારા, યોગેશ્વર પાર્ક, મોતીનગર અને સોમનાથપાર્ક સોસાયટીના મકાનોમાં ત્રાટકેલી ચોર ટોળકીએ હાહાકાર મચાવી દીધો છે. વરસતા વરસાદમાં કાર લઇને આવેલી ચોરટોળકીની મકરપુરા પોલીસે શોધખોળ હાથ ધરી છે

રવિવારની રાત્રે શહેરમાં  સતત વરસાદ વરસી રહ્યો હતો. તેનો લાભ ઉઠાવીને કારમાં આવેલી ચોરટોળકીએ તરસાલી વિસ્તારની ચાર સોસાયટીના બંધ મકાનના તાળા તોડયા હતા. મકરપુરા ડેપોની પાછળ આવેલી વ્રજધારા સોસાયટીમાં રહેતા હરિશ કનુભાઇ સોલંકી ઇલેકટ્રોનિક્સની દુકાન ચલાવે છે. ગત ૯મી તારીખે મકાનને તાળુ મારીને તેઓ સાસરીમાં ગયા હતા. તે દરમિયાન ચોરટોળકી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળીને કુલ ૯૯ હજાર રૃપિયાની મતા ચોરી ગઇ હતીવ્રજધામ સોસાયટીમાં રહેતા મહીજીભાઇ પરસોત્તમભાઇ પરમારના ઘરના પણ તાળા ચોરટોળકીએ તોડયા હતા. જે મકાન વર્ષ ૨૦૦૮થી બંધ છે.

નજીકમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત પીએસઆઇ સી.એસ. પરમારના મકાનમાંથી ચોરટોળકી ચાંદીના દાગીના લઇ ગઇ હતી. જ્યારે યોગેશ્વરપાર્કમાં રહેતા ધનાભાઇ  નંદાણીયાના મકાનનો નકુચો તોડીને ચોરીનો પ્રયાસ થયો હતો

(6:17 pm IST)