Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વડોદરા:અટલાદરા બિલ કેનાલ રોડ પર રહેતા પતિએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: અટલાદરા બીલ કેનાલ રોડ પર રહેતા ૨૯ વર્ષના યુવકે ઘરમાં પંખા પર લટકી જઇ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધુ હતું. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

કેનાલ રોડ પરના પરમ ફલેટમાં રહેતો ૨૯ વર્ષનો નીતિન પ્રમોદકુમાર રાજપૂત પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેની પત્ની થોડાદિવસ પૂર્વે નાના પુત્રને લઇને પિયર ગઇ હતી. શનિવારે રાત્રે નવ વાગ્યે નીતિનના ભાઇ અને માતા તેના ઘરે આવ્યા હતા અને નીતિનને જમવાનું આપી પરત જતા રહ્યા હતાબીજે દિવસે તા.૯મીની બપોરે ત્રણ વાગ્યે નીતિનની પત્ની પિયરથી પરત આવી હી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોઇ  તેણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ નીતિને દરવાજો નહી ખોલતા દરવાજો  તોડીને અંદર જોતા નીતિન પંખા પર લટકતો હતો. બનાવની જાણ  માંજલપુર પોલીસને કરવામાં  આવતા પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૃ કરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ જાણી શકાયુ નથી. પતિ-પત્ની વચ્ચે કોઇ ઝઘડો હતો કે કોઇ આર્થિક ભીસ પણ નીતિનને નહતી

(6:18 pm IST)