Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરતના સચિન વિસ્તારમાં પિતાએ આપેલ ઠપકાનું માઠું લાગી આવતા 17 વર્ષીય તરુણે ચોથા માળેથી ઝંપલાવ્યું:બચાવવા ગયેલ બહેનનું ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત:સચિનના પાલીગામ ખાતે બે દિવસ પહેલા પિતાએ ઠપકો આપતા માઠુ લાગી આવતા 17 વર્ષના તરુણ ચોથા માળે અગાસી પરથી નીચે કૂદી પડ્યો હતો. ત્યારે તેને બચાવવા ગયેલી બહેન પણ નીચે પટકાય ગંભીર ઇજા થઇ હતી ગંભીર ઈજા પામેલા ભાઈ - બહેન પૈકી બહેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ, સચિનના પાલી ગામમાં નીલકંઠ સોસાયટીમાં રેતી 17 વર્ષીય રિતેશ નંદલાલ યાદવ ગત તા.9મી માતા સાથે બોલાચાલી થઈ હતી. જેથી તેમની માતાએ તેના પિતાની અંગે જાણ કરી હતી તેથી તેના પિતાએ તેને સમજાવ્યો અને પ્રેમથી ઠપકો આપ્યો હતો. જેથી રિતેશને માઠું લાગી આવતા ગત તારીખ 9મી રાત્રે તરત ઘરના ચોથા માળની અગાસીએથી દોડતો પહોંચી ગયો હતો અને તેની પાછળ પાછળની 19 વર્ષીય બહેન રોશની દોડીને ગઈ હતી. તે સમયે અચાનક રિતેશ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું ત્યારે ભાઇને બચાવવા ગયેલી બહેન રોશની પણ બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો. જેમાં બંને ભાઈ-બહેન ને ગંભીર ઈજા થતા સારવાર માટે સચિનની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રોશનીનું મોત નીપજ્યું હતું જ્યારે રિતેશ સારવાર હેઠળ છે.

(6:22 pm IST)