Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઘટનાની વિગત મુજબ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેઅમદાવાદમાં ટ્રાવેલ્સની આડમાં ચાલતા નશીલી સીરપની હેરાફેરીનાં રેકીટનો પર્દાફાશ

છેલ્લા 3 મહિનાથી નશીલી સીરપ પાર્સલમાં આવતી, બેંગ્લોરની ડ્રગ કંપની બાવળા એક શખ્સને મોકલતા સીરપ પાર્સલ

અમદાવાદ તા.10 : અમદાવાદમાં બેંગ્લોરથી ટ્રાવેલ્સની બસમાં નશીલી સીરપની હેરાફેરી થતી હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. જેમાં છેલ્લા 3 મહિનાથી નશીલી સીરપ પાર્સલમાં આવતી હતી.જે બેંગ્લોરની ડ્રગ કંપની બાવળા એક શખ્સને મોકલતા હતા.માધુપુરા પોલીસે NDPS ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લ એમ.આર.ટ્રાવેલ્સ મારફતે છેલ્લા 3 મહિનાથી બેંગ્લોરથી નશીલા દ્રવ્યનું તત્વ ધરાવતી કફ સીરપ દવાઓ જથ્થો મંગાવે છે.થોડા દિવસ પહેલા જ પોલીસને માહિતી મળી હતી જેના આધારે રેડ કરી ચેક કરતા પાર્સલમાં કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો

જે FSL અને ડ્રગ્સ અધિકારીની હાજરી માં પાંચ બોક્ષ ખોલતા તેમાંથી 592 બોટલ કફ સીરપ મળી હતી..તપાસ કરતા મુંબઈની અજન્તા લખેલા પાંચ પાંચ બોક્ષ કફ સીરપની 73 હજાર કિંમતની બોટલો કબ્જે કરવામાં આવી..જે તપાસમાં બિલ સાથે લખેલા લાઇસન્સ નંબરની ઔષધ નિયમન તંત્રમાં તપાસ કરતા બાવળા મેડિકલ સ્ટોરી નામ સામે આવ્યું..જે પાર્સલમાં કફ સીરપ મગાવનાર કિરણસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં બાવળા કિરણસિંહ નામનો શખ્સ વોટ્સએપ થી બીલ્ટી મોકલતો તે બતાવીને શાહીબાગથી તુલસી મેડિકલ અને શિવ મેડિકલ નામના પાર્સલ ઓટો રિક્ષામાં બાવળા લઈ જવાતા હતા..બાવળા નજીક પહોંચતા તુલસી હોટલ પાસે કિશનસિંહ કારમાં આવી પાર્સલ લઈ જતો હતો..એક ફેરાના 2000 ભાડા લેખે અત્યાર સુધીમાં 30 થી 40 વખત એમ.આર.ટ્રાવેલ્સમાં પાર્સલ આવ્યા હતા…જોકે પોલીસ તપાસમાં છેલ્લા 3 મહિનાથી 30 થી વધુ વખત પાર્સલ આવ્યા હોવાનું સામે આવ્યું છે. વોન્ટેડ કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સામે બાવળા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બાવળામાં નાકોર્ટિકસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.આમ નશીલા સિરપનો જથ્થો બિનઅધિકૃત રીતે ટ્રાવેલ્સની બસમાં મગવવા અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

 

(11:12 pm IST)