Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નાદોદ તાલુકા ના રસેલા ગામમા તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વિશ્વ આદિવાસી દિવસ રસેલા ગામમાં  જાગૃત આદિવાસી યુવાન મેહુલભાઈ અને ગામની યુવા ટીમ તેમજ સરપંચના  સહકારથી ધામધૂમથી પરંપરાગત  રીતે ઢોલ શરણાઇ ના તાલે આદિવાસી નાચગાન સાથે ઉજવાયો.

 
જેમાં આમુ સંગઠનના પ્રમુખ મહેશભાઈ, જેઠાભાઈ, વિજયભાઈ, સોનલબેન, કલ્પનાબેન, અર્જુનભાઈ,  દશરથભાઈ, શંકરભાઈ, સોમભાઈ,શૈલેષભાઈ, નટુભાઈ, રાજેશભાઈ, શિવાભાઈ, તથા રસેલાના સરપંચ ભાવિકાબેન. તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી મિકિતાબેન વસાવા ઉપસ્થિત રહ્યા.
નર્મદા જિલ્લામાં એક નવી પહેલ નાં ભાગરૂપે મોટા શહેરમાં તો આદિવાસી વિશ્વ દિવસ ઉજવાય જ છે. પણ એક નાનકડા ગામમાં રસેલાના ગ્રામજનોમાં  મેહુલભાઈ ની અને એમની યુવા ટીમની દોરવણી હેઠળ  આ દિવસની ઉજવણી કરી તમામ ગામો માટે ઉદાહરણ પૂરું પાડ્યું. કદાચ એમની પહેલથી આવતા વર્ષે ગામેગામ  વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શરૂઆત થઈ શકે છે.

(12:22 am IST)