Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજપીપળા સફેદ ટાવરે હનુમાન ચાલીસાના પાઠ કરવા નગરપાલિકાની મંજુરી મળતા ભકતોમાં ખુશી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિન્દુ ધર્મ સેના રાજપીપળા દ્વારા રાજપીપળા નગરપાલિકાને લેખિતમાં માંગણી કરી હતી કે સફેદ ટાવર પાસે હનુમાનજીની છબી લગાવવામાં આવેલ છે તે સ્થળ ઉપર લાઉડ સ્પીકર વગાડી સવાર સાંજ હનુમાન ચાલીસા ના પાઠ થાય એ માટે મંજૂરી આપવા જણાવ્યું હતું.આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લા સહ અધ્યક્ષ નિલેશભાઈ તડવી, નર્મદા જિલ્લા કોષા અધ્યક્ષ દીપલભાઈ સોની દ્વારા જે માંગણી કરવામાં આવી હતી તેને નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદએ સમર્થન કર્યું હતું ત્યારબાદ આજરોજ રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભા માં આ પ્રશ્ન મૂકતા તેને સર્વાનુમતે મંજુરી મળી હોવાનું પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે જણાવ્યું હતું.

(12:25 am IST)