Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સુરતમાં ગોલ્ડન બોય હરમીતનું ધમાકેદાર સ્વાગત

એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હરમીતના પરિવારજનો અને મિત્રોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા

કોમનવેલ્થ ગેમ્સમાંથી  ગોલ્ડ મેડલ જીતી સુરતનો ‘ગોલ્ડન બોય’ હરમીત દેસાઈ  વતન પહોંચી ગયો હતો ત્યારે સુરત એરપોર્ટ  પર હરમીત દેસાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ટેબલ ટેનિસમાં હરમિતે ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. સુરત એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હરમીતના પરિવારજનો અને મિત્રોએ ભારત માતા કી જયના નારા સાથે હરમીતને આવકાર્યો હતો. તો હરમીતે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હરમીતે કહ્યું કે, હવે તેનો ગોલ ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ભારત માટે મેડલ લઈ આવવાનો છે. 

(1:21 am IST)