Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સુત્રાપાડામાં ભારે વરસાદની આગાહી: લોઢવા ગામે મીની વાવાઝોડું : તોફાની પવન ફુંકાયો

ભારે પવનને કારણે વીજપોલ, વૃક્ષો અને છાપરાં ઉડી ગયા:રહેણાંક વિસ્તારમાં નુકસાન થયું

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે લોઢવા ગામે જાણે વાવાઝોડું આવી ગયું હોય તેમ તોફાની પવન સાથે પડેલા વરસાદે થોડી વારમાં ભારે તારાજી કરી હતી અને પવનને કારણે વીજપોલ, વૃક્ષો અને છાપરાં ઉડી ગયા હતા તેમજ રહેણાંક વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.

(1:25 am IST)