Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

તમિલનાડુથી જામનગર ઝુને ૧૦૦૦ મગર મોકલવામાં આવશે

આ પ્રક્રિયાનો વિરોધ કરતી જાહેરહિતની અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ તા. ૧૧ : તમિલનાડુ સરકાર અને સેન્‍ટ્રલનું ઝુ ઓથોરીટી (સીઝેડએ) નદી દિલ્‍હી દ્વારા મમલ્લાપુરમ ખાતેના મદ્રાસ ક્રોકોડાયસ બેંક ટ્રસ્‍ટમાંથી ૧૦૦૦ મગરોને ગુજરાતના જામનગરમાં આવેલ ગ્રીન્‍સ ઝુલોજીકસ રેસ્‍કયુ એન્‍ડ રીહેબીલીટેશન સેન્‍ટર ખાતે મોકલવાની કાર્યવાહીને સમર્થન આપ્‍યું છે.

ગઇકાલે એ વિશ્વનાથન (૭૬) દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજી ચીફ જસ્‍ટીસ એમ એન ભંડારી અને જસ્‍ટીસ એન માલાની ફર્સ્‍ટ બેંચે ફગાવી દીધી છે.

બેંચે કહ્યું કે જ્‍યારે નિષ્‍ણાંતો ગુજરાતના જીઝેડઆરઆર ખાતેની સુવિધાઓથી સંતુષ્‍ઠ છે, અને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીનું આ સંસ્‍થાને સમર્થન છે ત્‍યારે કોર્ટ આમા વચ્‍ચે પડતા નથી માંગતી. બેંચે વધુમાં કહ્યું કે નિષ્‍ણાંતો દ્વારા લેવાયેલ નિર્ણયની વિરૂધ્‍ધમાં અરજદાર કોઇ સાહિત્‍ય કોર્ટમાં નથી રજૂ કરી શક્‍યા.

બેંચે કહ્યું, ‘અમે એવું માનીએ છીએ કે ૧૦૦૦ મગરોને સ્‍થળાંતર સામે અરજદારનો વિરોધ કોઇ પણ આધાર અને પુરાવા વગરનો છે.'

 બેંચે કહ્યું સુપ્રીમ કોર્ટે સ્‍પષ્‍ટતા કરી છે કે કોર્ટમાં આવો મુદ્દો લાવવા માટે ઇકો સેન્‍ટ્રીક હોવો જોઇએ નહીં કે એન્‍થ્રોપોસેટ્રીક. કોર્ટ મૂળભૂત રીતે માનવ અને અમાનવ બંનેના રક્ષણ માટે છે. મગરોનું સ્‍થળાંતર આ કેસમાં ઇકો સેન્‍ટ્રીક દૃષ્‍ટિકોણથી જોવું જોઇએ. જંગલી જાનવરો રાજ્‍ય કે કેન્‍દ્ર સરકાર અથવા કોઇ સંસ્‍થા કે વ્‍યકિતની સંપત્તિ નથી. તેઓ રાષ્‍ટ્રીય સંપતિ છે અને તેની માલિકીનો દાવો કોઇ ના કરી શકે.

(12:52 pm IST)