Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અમદાવાદમાં કોર્પોરેશને ટીપી સ્‍કીમમાં ફેરફારની ફીમાં કર્યો ધરખમ વધારો

૪૦ લાખના બદલે ચૂકવવા પડશે ૭૦ લાખ રૂપિયા

અમદાવાદઃ તમારો પ્‍લોટ જેમાં સામેલ હોય તેવી પ્રાથમિક અથવા મંજૂર થયેલ અમદાવાદની ટીપી સ્‍કીમમાં પૂનર્મૂલ્‍યાંકન માટે તમે અમદાવાદ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં અરજી કરી તો તમારે ૭૦ લાખ રૂપિયાની ફી ચૂકવવી પડશે. મ્‍યુનિસપલ કમિશ્નરે તાજેતરમાં એક દાયકા જુની ૪૦ લાખ રૂપિયાની વધારીને ૭૦ લાખ રૂપિયા કરવાનો પરિપત્ર બહાર પાડયો છે. આંખમાં પાણી આવી જાય તેવો આ વધારો ૧ ઓગષ્‍ટથી લાગુ થઈ ગયો છે.

એએમસીના એક અધિકારીએ જણાવ્‍યું કે ટીપી સ્‍કીમ સામે રજૂ કરવામાં આવતા વાંધાનો ઘટાડવાના ઉદ્દેશથી એએમસીએ ૨૦૧૨માં ૪૦ લાખ રૂપિયાની ફી કરી હતી.

અધિકારીએ જણાવ્‍યું કે જયારે પણ એએમસી કોઈ નવા વિસ્‍તારમાં ટાઉન પ્‍લાનીંગ પ્‍લાન રજૂ કરે છે પછી ટીવી પ્‍લાનની જાહેરાતથી મંજૂરી સુધીની પ્રક્રિયાઓ થાય છે. જેમાં જમીન માલિકો સાથે  બેઠકો કરવામાં આવે છે અને લેખિત વાંધાઓ જીટીપી એકટ હેઠળ લેવાય છે.

પ્‍લાન મંજૂર થયા પછી રાજય સરકારને સબમીટ કરવામાં આવે છે. ફાઈનલ ટીપી તૈયાર કરવા માટે રાજય સરકાર સત્તાવાર ટાઉન પ્‍લાનીંગ ઓફીસરની નિમણૂંક કરે છે. ટીપીઓ દ્વારા બીજા રાઉન્‍ડના વાંધાઓ સ્‍વીકારવામાં આવે છે. જો તે માન્‍ય અને યોગ્‍ય હોયતો ટીપીઓ કાયદા અનુસાર ટીપી સ્‍કીમમાં ફેરફાર કરે છે.

અધિકારીઓ કહ્યું કે જો એએમસી દ્વારા કોઈ ભૂલ હોય તો કોઈપણ ફી લીધા વગર ફેરફાર કરવામાં આવે છે. પણ જો કોઈ અરજદાર પોતાના માટે કોઈ સુધારા માટે અરજી કરે તો આ ફી લેવાય છે.

(3:42 pm IST)