Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કોમનવેલ્‍થ ગેમ્‍સ ડંકો વગાડી પરત ફકતાં ખેલાડીઓનું ઢોલનગારા સાથે સ્‍વાગત

અમદાવાદઃ કોમનવેલ્‍થ ગેમ્‍સ મેડલ વિજેતા ખેલાડીઓ સ્‍વદેશ પરત ફર્યા છે ત્‍યારે વિશ્વમાં દેશ સહિત ગુજરાતનું ગૌરવ વધારનાર ખેલાડીઓ પણ અમદાવાદ આવી પહોચ્‍યા હતા. ટેબલ ટેનિસ સ્‍ટાર ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ તેમનું હાર પહેરાવી ઢોલ નગારા સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. બંનેએ ટેબલ ટેનિસમાં મેડલ મેળવી ઝળકયા છે.

જયારે મહિલા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્‍તિકા ભાટિયા વડોદરા પહોંચતા તેમનું પણ સ્‍વાગત કરવામાં આવેલ આ બંન્નેએ કોમનવેલ્‍થ મહિલા ક્રિકેટમાંગેમ્‍સમાં ૬ સિલ્‍વર મેડલ જીત્‍યા હતા.

(5:05 pm IST)