Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભાઇ-બહેનના અસીમ સ્‍નેહનું પ્રતિક એટલે રક્ષાબંધનઃ આ પર્વ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી

રક્ષાબંધનના દિવસે અભિજિત મુહુર્ત, વિજય મુહુર્ત અને અમૃત કાળ જેવો શુભ સમય હશે

અમદાવાદઃ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇના હાથ પર રક્ષા સુત્ર બાંધી તેના દિર્ઘ આયુષ્‍યની પ્રાર્થના કરે છે. રક્ષાબ઼ધનના પર્વ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. બહેન ભાઇને રાખડી બાંધી મંગળમય કામના વ્‍યક્‍ત કરે છે. જ્‍યારે ભાઇ બહેનને કોઇક ભેટ આપી ખુશ કરે છે.

ધર્મ શાસ્ત્રો અનુસાર, રક્ષાબંધનનો પર્વ શ્રાવણ માસના શૂક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેના મંગલમયી જીવનની પ્રાર્થના કરે છે. જ્યોતિષિયોનું કહેવું છે કે રક્ષાબંધન પર 200 વર્ષ બાદ એક ખુબ જ શુભ સંયોગનું નિર્ણય થઈ રહ્યું છે.

રક્ષાબંધનનો તહેવાર આ વર્ષ 11 ઓગસ્ટના ગુરૂવારના ઉજવાવામાં આવી રહ્યો છે. ધર્મ શાસ્ત્રોના અનુસાર, રક્ષાબંધનનો પર્વ તેમના મંગલમયી જીવનની પ્રાર્થના કરે છે. તેના બદલામાં ભાઈ તેને રક્ષાનું વચન અને કોઈ ભેટ આપે છે. જ્યોતિષિઓનું કહેવું છે કે રક્ષાબંધન પર 200 વર્ષ બાદ એક ખુબ જ દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

200 વર્ષ બાદ ગ્રહોનો અદ્ભુત સંયોગ

જ્યોતિષિયોનું કહેવું છે કે રક્ષાબંધન પર આ વર્ષે ગ્રહોની એક વિશેષ સ્થિતિ બની રહી છે. આ વખતે ગુરૂદેવ બૃહસ્પતિ અને ગ્રહોના સેનાપતિ શનિ વક્રી અવસ્થામાં પોતપોતાની રાશિઓમાં બિરાજમાન રહશે. ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ લગભગ 200 વર્ષ બાદ બની રહ્યો છે. જ્યારે પણ કોઈ ગ્રહની ચાલ ઉલટી થયા છે તો ઘર્મ શાસ્ત્રોમાં તેને વક્રી ગ્રહ કહેવામાં આવે છે.

જ્યોતિષિયો અનુસાર, આ વર્ષના રક્ષાબંધન પર શંખ, હંસ અને સત્કીર્તિ નામના રાજયોગ પણ બની રહ્યો છે. તેના કારણે રક્ષાબંધનના તહેવારનું મહત્વ વધી ગયું છે. રક્ષાબંધનના દિવસે અભિજિત મુહૂર્ત, વિજય મુહૂર્ત અને અમૃત કાળ, પ્રદોષ કાળ જેવો શુભ સમય પણ હશે. તેને ધ્યાનમાં રાખી તમે તમારા ભાઈના હાથ પર રાખડી બાંધી શકો છો. કેટલાક લોકો 12 ઓગસ્ટના રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું વિચારી રહ્યા છે. એવા લોકો 12 ઓગસ્ટના સવારે 7 વાગે 6 મિનિટ સુધી રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે. ત્યારબાદ પૂર્ણિમા તિથિ સમાપ્ત થઈ જશે.

રક્ષાબંધન પર કેટલા કલાકનું શુભ મુહૂર્ત?

1. અભિજિત મુહૂર્ત- બપોર 12 વાગ્યાથી 12 વાગ્યાને 53 મિનિટ સુધી

2. વિજય મુહૂર્ત- બપોર 02 વાગ્યાને 39 મિનિટથી લઇને 3 વાગ્યાને 32 મિનિટ સુધી

3. અમૃત કાળ- સાંજે 6 વાગ્યાને 55 મિનિટથી 08 વાગ્યાને 20 મિનિટ સુધી

(5:25 pm IST)