Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સુશીલ મોદીના દાવાને ખોટો ગણાવતા નીતિશ કુમારે કહ્યુ, શું મજાક છે? મારી ઉપ રાષ્ટ્રપતિ બનવાની કોઇ ઇચ્છા નથી

નીતિશ કુમારે ભાજપના નેતા સુશીલ કુમાર મોદી પર કટાક્ષ કરતા કહ્યુ તેમણે મારા વિશે એટલી વાત કરવા દો કે તેમણે કોઇ પદ મળી જાય:

પટણા: બિહારના મુખ્યમંત્રીએ ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદીના તે દાવાને ફગાવી દીધો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે નીતિશ કુમાર ઉપ રાષ્ટ્રપતિ બનવા માંગતા હતા. પટણામાં જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ, ‘શું જોક છે’. આ સિવાય પોતાના પૂર્વ ડેપ્યુટી સીએમ પર કટાક્ષ પણ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે સુશીલ મોદીએ કહ્યુ હતુ કે જેડીયૂના કેટલાક મોટા નેતા ભાજપ હાઇકમાન પાસે પહોચ્યા હતા અને પોતાના નેતાને ઉપ રાષ્ટ્રપતિ બનાવવાની વાત કરી હતી, તેમણે એમ પણ કહ્યુ હતુ કે જ્યારે ભાજપે તેમની આ માંગને ફગાવી દીધી તો બિહારમાં જેડીયૂએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યુ હતુ.

સુશીલ મોદીના દાવાને ખોટો ગણાવતા નીતિશ કુમારે કહ્યુ, શું મજાક છે? મારી આવી કોઇ ઇચ્છા નથી. શું તે ભૂલી ગયા કે અમારી પાર્ટીએ તેમના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ ઉમેદવારને કેટલુ સમર્થન આપ્યુ? અમે ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા હતા અને પછી અમે બેઠક બોલાવી.

નીતિશ કુમારે ભાજપના નેતા સુશીલ કુમાર મોદી પર કટાક્ષ કરતા કહ્યુ, તેમણે મારા વિશે એટલી વાત કરવા દો કે તેમણે કોઇ પદ મળી જાય.

(5:32 pm IST)