Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વડોદરાના કલાલી વિસ્તારના મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ સહીત દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:કલાલી વિસ્તારમાં આવેલા સહજાનંદ ડુપ્લેક્સમાં રહેતા વીકેશ લલિતચન્દ્ર ઠાકર ગઇરાત્રે માતા-પિતા અને ત્રણ પુત્રીઓ સાથે મકાનના ઉપરના માળે ઊંઘી ગયા હતા અને આજે વહેલી સવારે નીચે આવ્યા ત્યારે રસોડાના દરવાજાની અંદરથી મારેલી સ્ટોપર તૂટેલી તેમજ દરવાજો ખુલ્લો હતો. ચોરોએ રસોડાના દરવાજામાંથી પ્રવેશ કરી બેડરૃમમાં મૂકેલી તિજોરીમાંથી સોનાના દાગીના અને રૃા.૧૫ હજાર રોકડા મળી કુલ રૃા. ૬૦  હજારની ચોરી કરી હોવાનું જણાયું હતું. માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:36 pm IST)