Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વિધવા, વૃદ્ધ, નિરાધાર અને ભાઈ વિનાની બહેનો સાથે અભૂતપૂર્વ રક્ષાબંધનના પર્વની ઉજવણી

વિરમગામ શહેરની બહેનો સાથે ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :વિરમગામ શહેરની વિધવા, વૃદ્ધ, નિરાધાર અને ભાઈ વિનાની બહેનો સાથે ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે અભૂતપૂર્વ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિરમગામ શહેરની વિધવા, વૃદ્ધ, નિરાધાર અને ભાઈ વિનાની બહેનો સાથે અભૂતપૂર્વ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. આપણા સમાજમાં રહેતી મહિલાનું સન્માન જળવાય તેનું આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ. જે રીતે આપણે આપણી બહેનનું ધ્યાન રાખીએ છીએ તેવી રીતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સંકલ્પ લઈએ કે સમાજમાં જ્યાં પણ મહિલાને તકલીફ હશે ત્યાં તેની મદદ કરીશું.

 

(6:47 pm IST)