Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાજપીપળા ટાઉન હોલ ખાતે જિલ્લાના ૭૩ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજશે

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે તા.૧૨ મી ઓગષ્ટ,૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે નર્મદા જિલ્લાના ૭૩માં વન મહોત્સવની ઉજવણીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાના મુખ્ય મહેમાનપદે ૭૩ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીના સમારોહમાં ભરૂચ સામાજીક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડૉ.કે. શશીકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અતિથી વિશેષપદે ઉપસ્થિત રહેશે,તેમ પ્રયોજક સંસ્થા તરફથી જણાવાયું છે.

(12:07 am IST)