Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

શ્રી રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાન અંતર્ગત માંડલ મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

દિનાંક ૧૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે વ્યાપક નિધિ સમર્પણ અભિયાન

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભગવત કૃપાથી હિન્દુ સમાજના ૪૯૨ વર્ષના પ્રદીર્ધ અને સાતત્યપૂર્ણ સંઘર્ષ પછી શ્રી રામ જન્મભૂમિ - અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લાનું ભવ્ય મંદિર નિકટ ભવિષ્યમાં સાકાર થશે. હિન્દુ ધર્મ - સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન આ મંદિર વાસ્તુકલામાં પણ અદ્રિતિય હશે. દેવોને પણ દુર્લભ તેવી ભગવાનની જન્મભુમી પર નિર્માણ પામનાર આ ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ હેતુ આગામી મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા અર્થાત દિનાંક ૧૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૪ લાખ ગામોમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે "વ્યાપક નિધિ સમર્પણ અભિયાન" વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ વિચારની સંસ્થાઓ દ્વારા ચાલવવામાં આવનાર છે. આ અભિયાનના સંચાલન હેતુથી “શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ” માંડલ મધ્યસ્થ કાર્યાલયનો મંગળવારે  શુભારંભ કરવામાં આવ્યો છે. માંડલના બસસ્ટેશન રોડ પર આવેલ હિતવર્ધક કોમ્પ્લેક્ષમાં રામમંદિર કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી, માંડલ બ્રહ્માકુમારીઝ વનીષાબેન તથા ભાવનાબેન, “શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ” વિરમગામ જીલ્લા સંયોજક હિતેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં રામભક્તો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. સૌપ્રથમ સૌ મહાનુભાવોના પુષ્પો અને કળશ દિકરીઓ સાથે આગમન કરાયું હતું તેમજ ત્યારબાદ દિપ પ્રાગટ્ય અને કાર્યાલયનું જય જય શ્રી રામના ભવ્ય નારા સાથે ઉદ્‌ઘાટન કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં સૌ મંચસ્થ મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ચૈત્ર સુદ ૬-૭ વિક્રમ સંવત ૨૦૪૦ (૭-૮ એપ્રિલ, ૧૯૮૪)ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બ્રહ્મલીન જ્યોતિષ પીઠાધીસ્વર જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શતાનંદજી મહારાજની અધ્યક્ષતામાં આયોજીત પ્રથમ ધર્મસંસદમાં ઉપસ્થિત, ૭૬ પંથ - સંપ્રદાયોના પૂજ્ય પ૫૮ ધર્માચાર્યોએ એક જ સુરે પ્રસ્તાવ પાસ કરી, શ્રી રામજન્મભૂમિ હિંદુઓને પરત આપવા આદેશ કર્યો હતો. સંતોના આ આહવાનને સંઘ વિચાર પરિવારના લાખો કાર્યકર્તાઓએ હિંદુસ્તાનના ઘરે ઘરે  પહોચાડી, હિંદુ સ્વાભિમાન જાગ્રત કરી, એક અભૂતપૂર્વ સફળ “શ્રીરામ જન્મભૂમિ મંદીર નિર્માણ આંદોલન” બનાવ્યું અને પરિણામ સ્વરૂપ દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા ભવ્ય મંદિર નિર્માણ હેતુ પૂજન પણ સંપન્ન કરવામાં આવ્યુ છે( તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(8:06 pm IST)