Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

આજે કોંગ્રેસ નિર્વસ્ત્ર થઈ ગઈ': રાજ્યસભામાં પરષોત્તમ રૂપાલાનો કોંગ્રેસ સાંસદો ઉપર ભારે આક્રોશ

વિપક્ષનાં હોબાળા પર રૂપાલાજીએ કોંગ્રેસને ચેતવણી આપી કે ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ પેદા થયું નથી: તે થશે નહીં... તે બનશે નહીં. તમે ખેડૂતના વખાણ સાંભળી શકતા નથી

ગાંધીનગરઃ રાજ્ય સભામાં બોલતા કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, 'જ્યારે વિપક્ષના નેતા બોલે છે ત્યારે તમે (અધ્યક્ષશ્રી) અમને કહો છો કે વિપક્ષના નેતા બોલે છે, તેમની વાત સાંભળો, પરંતુ હવે એ જ વિરોધ પક્ષના નેતા તમને કહી રહ્યા છે કે તમે તમારી મરજી મુજબ કામ કરી શકતા નથી.'

ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓના સન્માનમાં રાજ્યસભામાં ચર્ચા દરમ્યાન વિપક્ષનાં હોબાળા પર પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી...':

ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓના સન્માનમાં રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જ્યારે ચૌધરી ચરણ સિંહનો ઉલ્લેખ થયો અને જયંત ચૌધરી બોલવા માટે ઉભા થયા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા વિપક્ષના હોબાળાથી નારાજ થઈ ગયા અને કોંગ્રેસને ચેતવણી આપી કે 'ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી...'.

જ્યારે જયંત ચૌધરીએ રાજ્યસભામાં બોલવાનું શરૂ કર્યું, ત્યારે કોંગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કર્યો અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જાણવા માગ્યું કે આ આરએલડી પક્ષના નેતાને કયા નિયમ હેઠળ બોલવાની મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી અને પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું, 'ગૃહમાં નિયમોનું પાલન થવું જોઈએ. આજે જ્યારે તેમના પૌત્ર જયંત ચૌધરી સહિત આખું ગૃહ ગૃહમાં ચૌધરી ચરણસિંહને ભારત રત્ન મળવા બદલ અભિનંદન આપવા બેઠું હતું, ત્યારે મને નવાઈ લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ કેમ ઉભા થઈને વિરોધ કર્યો?

વિપક્ષના સાંસદોએ હંગામો મચાવતા જ પરષોત્તમ રૂપાલા ગુસ્સે થઈ ગયા અને કહ્યું, 'સાંભળો... સાંભળો... ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી. તે થશે નહીં... તે બનશે નહીં. તમે ખેડૂતના વખાણ સાંભળી શકતા નથી. એક ખેડૂતને મળ્યો ભારત રત્ન, આમાં કોંગ્રેસની છાવણીમાં કેમ આગ લાગી?

રૂપાલાએ કહ્યું કે, 'જ્યારે વિપક્ષના નેતા બોલે છે ત્યારે તમે (અધ્યક્ષ) અમને કહો છો કે વિપક્ષના નેતા બોલે છે. તેમની વાત સાંભળો, પરંતુ હવે એ જ વિરોધપક્ષના નેતા તમને કહી રહ્યા છે કે તમે તમારી મરજી મુજબ કામ કરી શકતા નથી. અને તે પણ આવા પ્રસંગોએ. જ્યારે ખેડૂતને ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોંગ્રેસનું ચરિત્ર છે.

 

 

(2:01 pm IST)