Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવાથી ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે:પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ

કુત્રિમ બીજદાન માટે પશુપાલકોને પ્રોત્સાહન આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી

રાજકોટ તા.૧૨

ગુજરાતમાં પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવાથી ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે.ઓલાદની ગાય-ભેંસ મળી રહે તે માટે કૃત્રિમ બીજ દાન માટે પશુપાલકોને પ્રોત્સાહન આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવી છે તેમ, વિધાનસભા ગૃહમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જૂનાગઢમાં કુત્રિમ બીજદાન યોજના હેઠળ સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલા વાછરડાઓના ઉછેર માટે ૭૯૧ પશુપાલકોને રૂ. ૨૩.૭૩ લાખની પ્રોત્સાહન રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

(1:51 pm IST)