Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

ઐતિહાસિક ઘટના પતિ પત્નીની બંનેને એક જ દિવસે પોતપોતાના ક્ષેત્રમાં અદભુત પ્રદાન બદલ એવોર્ડ

સિનિયર આઇપીએસ ડો.કે.એલ.એન.રાવ અને જાણીતા શિક્ષણવિદ ડીન ડો.ઇન્દુ રાવ પર અભિનંદન વર્ષે છે અપરંપાર

રાજકોટ તા.૧૨: ગુજરાતના સિનિયર આઇપીએસ પરિવારમાં એક અનોખો અને યાદગાર ઘટના ઘટી છે. પતિ પત્ની બન્નેને પોતાના કાર્યક્ષેત્રમા યશસ્વી કામગીરી બદલ એક જ દિવસે એવોર્ડ મળ્યા છે.

ગુજરાતની ઇતિહાસની આ અવિસ્મરણીય ઘટના જેમના પરિવારમાં બની છે તે આઇપીએસ એટલે જેઓ ડીજીની બઢતી માટે હક્કદાર બન્યા છે અને પોતાના રાજયના મુખ્ય જેલવડાનાં અંદાજે ૫ વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાતના જેલ તંત્રના ઇતિહાસમાં નથાય હોય તેવા અદભુત અને કેન્દ્ર સુધી  જેની અવાર નવાર નોંધ લેવામાં આવી છે તેવા કેદીઓને વડા પ્રધાનના સ્વપ્ન મુજબ આત્મનિર્ભર બનાવવા અને રોજગારીની વિશાળ તક ઊભી કરનાર ડો.કે. એલ.એન.રાવ પરિવારમાં આ સુભમ સંયોગ સર્જાયો છે.

ગુજરાતનાં મુખ્ય જેલ વડા સેવા ડો કે. એલ એન. રાવનાં માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રોજેકટ ધ્વનિને દિલ્હી ખાતે નેશનલ સકોચ એવોર્ડ દિલ્હી ખાતે એનાયત થયો છે, ડો.રાવ વતી આ એવોર્ડ નાયબ જેલ અધિક્ષક પી. આઈ સોલંકીએ સ્વીકાર્યો હતો.

અંધજનો માટે છેલ્લા ૭ વર્ષથી ઓડિયો લાયબ્રેરી ચલાવવામાં આવે છે,જેમાં જેલના કેદીઓ દ્વારા પોતાનો અવાજ આપવામાં આવ્યો છે. દેશના ઇતિહાસની આ અનેરી ઘટનામાં કેદીઓ દ્વારા હિન્દી,ગુજરાતી અંગ્રેજી સહિત ૪ ભાષામાં પોતાના અવાજ આપવામાં આવ્યો છે.જેની સંખ્યા ,૪૫૦૦ કરતા વધુ છે, કેદીઓની કલા નિખારવા સાથે રોજગારી આપતી આ યોજનાની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવા સાથે એવોર્ડ એનાયત થયો છે.

યોગાનુંયોગ આજ દિવસે કેદીઓના કલ્યાણ અને તેઓ ફરી ગુન્હાના રસ્તે ન વળે તેવા પ્રોજેકટમાં પતિને સતત સહકાર આપનાર ડો.રાવના પત્ની અને જાણીતા શિક્ષણવિદ ડીન ડો. ઇન્દુ રાવને પણ શિક્ષણ ક્ષેત્રે અદભુત પ્રદાન બદલ એક નહિ બે એવોર્ડ મળ્યા છે. ચેરમેન ગુજરાત ટેકનિકલ એકઝમીનેશન બોર્ડ દ્વારા અમદાવાદ ખાતે પ્રથમ એવોર્ડ એકસીલન્સી એન્ડ લર્નિંગ પ્રેકિટસ તથા બીજો એવોર્ડ આઉટ સ્ટેન્ડિંગ કોન્ટ્રીબુશન ઈન ઓન લાઇન એજયુકેશન એન્ડ પેડાગોગયમાં એનાયત થયો છે, આ અગાઉ અનેક એવોર્ડ ડો. ઇન્દુ રાવ મેળવી ચૂકયા છે, આ બેવડી ખુશીથી શુભેચ્છકો દ્વારા અવિરત અભિનંદન વર્ષા ચાલુ છે.

(4:32 pm IST)