Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં નરેન્દ્રભાઇ મોદીની પ્રચંડ ઇચ્છા શકિત અને અટલ નિર્ણય શકિત એ મહત્વનો ભાગ ભજવ્યો છે : પૂ. અવિચલદેવાચાર્ય મહારાજ

વિશ્વ ઉમિયાધામ ખાતે રામ જન્મભૂમિ મુકિત આંદોલનના ૧૫૦૦ કારસેવકોનું અભિનંદન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના મહાનુભાવોની ઉપસ્થિતિ

રાજકોટ : ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ સનાતન ધર્મના પ્રતીકસમાં પ્રભુ શ્રી રામલ્લા સરયુના કાંઠે અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા આ ક્ષણે  ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના કરોડો હિન્દુઓની આસ્થા પુનઃસ્થાપિત થઈ ૨૨ જાન્યુઆરીના સુવર્ણ દિવસે પ્રભુ શ્રી રામ-લાલા નિજ મંદિરમાં બિરાજમાન થયા અને સમગ્ર વિશ્વમાં જય શ્રી રામનો જયઘોષ થયો. પરંતુ સમગ્ર રામ મંદિર નિર્માણ ની પાછળ જો કોઈનો સૌથી મોટો મહત્વનો ફાળો હોય તો એ છે રામ જન્મભૂમિ મુકિત આંદોલનના કાર સેવકોનો ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો કાર સેવકોએ ૧૯૯૦ અને ૧૯૯૨માં અયોધ્યામાં કરેલા મુકિત આંદોલનના પરિણામે રામ જન્મભૂમિ પર આજે ભવ્ય રામ મંદિર ઊભું થયું છે. ભવ્ય રામ મંદિરના નિર્માણ સમયે કારસેવકોને યાદ કરી તેનો અભિવાદન કરવું જ રહ્યું. આ કાર સેવકોના બલિદાન અને સંતોના બદલા ના પરિણામે રામ જન્મભૂમિ મુકત થઈ અને ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું જેને લઇ અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિના સંયુકત ઉપક્રમે ૧૫૦૦ થી વધારે રામ જન્મભૂમિ મુકિત આંદોલનના કાર સેવકોનું અભિવાદન કરાયું હતું. જેમાં અખિલ ભારતીય સંઘ સમિતિના અધ્યક્ષ પરમ પૂજય શ્રી અવિચલદાસજી મહારાજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજયના વિવિધ જિલ્લાઓમાંથી અને ગામોમાંથી આવેલા ૧૫૦૦ કાર સેવકો અને તેમના પરિવારનું જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આયુર્વેદન કરાયું હતું.આ સમારોહ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે સન ૧૯૮૪ માં શ્રી રામ જન્મભૂમિ મુકિત આંદોલન સમિતિની રચના થઈ. અને ૧૯૮૫ રામજાનકી રથયાત્રાનું (જનજાગરણ) આયોજન અને ત્યારબાદ તા. ૦૯-૧૧-૧૯૮૯ માં સતત ૪૦ દિવસ સુધી કારસેવકોની સતત મહેનતથી રામશીલાનું – ગામે ગામ અભિયાન ચલાવવામાં આવેલ. ૫૦૦ વર્ષની સંઘર્ષ બાદ પ્રભુશ્રી રામ લલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થયા છે. આ પ્રભુશ્રી રામ લલ્લાને બિરાજમાન કરવાની ક્ષણના આપણે સાક્ષી બન્યા છીએ એ આપણું સૌભાગ્ય છે. સનાતન ધર્મની મહતાને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા કારસેવકોની મહેનત સાથે સમગ્ર હિન્દુ સમાજની લાગણી જોડાયેલ છે.રામ જન્મભૂમિ આંદોલનમાં જે તે સમયે ભાગ લેનાર કાર સેવકોના બલિદાન એવમ તેમની લડતના કારણે આપણે પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શકયા છીએ.આ અંગે વધુમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પુ. પૂ સપ્તમ્ કુવેરાચાર્ય  જગદ્ગુરૃ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજ એ જણાવેલ છે કે શ્રીરામ જન્મભૂમિ આંદોલનનો હું પણ કારસેવક હતો. અને આજે મને ખુશી છે કે પ્રભુશ્રી રામ નિજ મંદિરમાં બિરાજમાન થયા તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્ષણનો સાક્ષી બન્યો છું. તે મારે માટે ગૌરવની વાત છે.રામ મંદિરના નિર્માણથી લઈને નિયત સમયમાં પ્રભુશ્રી રામલલા ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન વૈદિક ધર્મના વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રચંડ ઈચ્છા શકિત અને અટલ નિર્ણય શકિત એ મહત્વનો ભાગ ભજવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૧ દિવસનું તપ કરીને એક સંત તરીકેની ભૂમિકામાં રહીને જે કાર્ય કર્યું છે તે દેશ માટે ગૌરવની વાત છે. તેમ અંતમાં જણાવાયું હતું.

(4:45 pm IST)