Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૩૭ બાળકો દત્ત્।ક લેવાયાઃ જેમાં ૧૮૯ દીકરીઓનો સમાવેશ

દીકરી વ્હાલનો દરિયો.... : આ પૈકી ૨૯૪ સંતાનોને દેશના જયારે ૪૩ સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્ત્।ક લેવાયાઃ રાજયમાં દત્ત્।ક લેવામાં આવતાં દર ૧૦ બાળકમાંથી ૬ દીકરી

અમદાવાદ,તા.૧૨: ગુજરાતમાં દત્ત્।ક લેવામાં આવતાં બાળકોમાં મોટાભાગના માતા-પિતાની પ્રથમ પસંદગી દીકરી જ હોય છે. એક અહેવાલ અનુસાર ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૩૩૭ બાળકો દત્ત્।ક લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૮૯ દીકરી અને ૧૪૮ દીકરાનો સમાવેશ થાય છે.

આ પૈકી ૨૯૪ સંતાનોને દેશના જયારે ૪૩ સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્ત્।ક લેવામાં આવ્યા છે. ગુજરાતમાં દત્ત્।ક લેવામાં આવતાં દર ૧૦ બાળકમાંથી ૬ દીકરી, છેલ્લા ત્રણ વર્ષમાં લેવાયેલા ૩૩૭ બાળકોમાંથી ૧૮૯ દીકરી અને ૧૪૮ દીકરાનો સમાવેશ થાય છે.

દેશમાં દત્ત્।ક લેવામાં આવેલા આ ૨૯૪માંથી ૧૬૦ જયારે વિદેશમાં દત્ત્।ક લેવામાં આવેલા ૪૩ બાળકોમાંથી ૨૯ દીકરી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દેશના માતા-પિતા દ્વારા સૌથી વધુ દીકરીઓને દત્ત્।ક લેવામાં મહારાષ્ટ્ર મોખરે છે. આ પછી તામિલનાડુ ૧૯૭ સાથે બીજા, ઉત્ત્।ર પ્રદેશ ૧૩૯ સાથે ત્રીજા તેલંગાણા ૧૨૯ સાથે ચોથા અને કર્ણાટક ૧૧૦ સાથે પાંચમાં સ્થાને છે.

દીકરીઓના દત્ત્।ક લેવાના મામલે ગુજરાત ટોચના આઠ રાજયોમાં પણ સામેલ નથી, સમગ્ર દેશમાંથી વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં માતા-પિતા દ્વારા લેવામાં આવેલા દત્ત્।ક બાળકોમાંથી ૧૭૨૬ પુત્રીઓ, ૧૨૮૬ દીકરીઓનો સમાવેશ થાય છે.

દત્ત્।ક સંતાનમાં દીકરી પ્રથમ પસંદગી અંગે જાણકારોનું માનવું છે કે પતિ-પત્ની આજે પણ દત્ત્।ક સંતાન માટે આવે ત્યારે મોટાભાગના દીકરી પર પોતાની પસંદગી ઉતારે છે. આ માટે મુખ્ય કારણ એ છે કે પાછલી જીંદગીમાં પુત્ર કરતાં પુત્રી વધારે સાથ આપશે, અને તે જ ધ્યાન રાખશે. પુત્ર કરતા પુત્રીઓ વધારે સંવેદનશીલ હોય છે તેવું પણ દત્ત્।ક લેનાર દંપતીનું માનવું હોય છે.

(5:28 pm IST)