Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

સુરતઃ અયોધ્યા જવા રવાના થયેલી આસ્થા એકસપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, શું ગોધરાકાંડ જેવી ઘટનાના પુનરાવર્તનનું કાવતરૃ ઘડાયુ હતુ ?

સુરત, તા.૧૨: ગુજરાતના સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને અરાજકતાવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. રવિવારે આ ટ્રેન પર ભારે પથ્થરમારો થયો હતો. આ ટ્રેન સુરતથી રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઇ હતી.

ગુજરાતના સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને અરાજકતાવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. રવિવારે આ ટ્રેન પર ભારે પથ્થરમારો થયો હતો. આ ટ્રેન સુરતથી રાત્રે  આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઇ હતી. જેવી આ ટ્રેન નંદુરબાર પહોંચી કે રાત્રે લગભગ ૧૧ વાગ્યાના અરસામાં અચાનક ટ્રેન પર પથ્થરમારો શરૃ થઇ ગયો.

આ કારણે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરવા લાગ્યા હતા. આમ છતા ડઝનબંધ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. ગોધરાકાંડની ઘટના બાદ બે દાયકા પછી રામ ભકતો પર હુમલાની આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.

(4:59 pm IST)