Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

ગુજરાત સહિત દેશના વિવિધ જંગલોમાં પહોંચી સિંહ, વાઘ વિગેરેની અદભુત તસવીરો ખેંચીઃ આકર્ષક કેલેન્ડર તૈયાર કરાવ્યું આ છે અનુપમસિંહ ગેહલોતનું બીજું સ્વરૃપ

રાજકોટના લોકપ્રિય પૂર્વ સીપી અને હાલના વડોદરા પોલીસ કમિશનરને તમે આ રીતે ઓળખો છો ? : વાઇલ્ડ લાઇફ લવર એવા આ આઇપીએસ ખૂબ સારા પેન્ટર હોવા સાથે પરિવારના અન્ય સભ્યો જેમ સંગીતનો ખૂબ શોખ પણ ધરાવે છે.. એક ઓછી જાણીતી વાત પર પ્રકાશ

રાજકોટ,તા.૧૨: રાજકોટના પૂર્વ અને સામાન્ય લોકોથી માંડી ટોચના મહાનુભાવો સાથે ખૂબ આત્મીય સંબંધ ધરાવતા અને રાજકોટનાં લુખ્ખાતત્વોને પાઠ ભણાવી અને નિર્દોષ લોકો માટે જેના દ્વાર હંમેશાં ખુલ્લા રહેતા વડોદરાના હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું એક નવું સ્વરૃપ સોશ્યલ મીડિયાની ભાષામાં વાત કરીએ તો ખૂબ વાયરલ બન્યું છે.  

નવું સ્વરૃપ તેમના  વાઇલ્ડ લાઇફ લવર તરીકે તેઓ દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિગેરે સ્થળની મુલાકાત લેવા સાથે પોતાની ફોટોગ્રાફી કલાનો અદભુત પરિચય સાથે પોતાનાં શૌર્યનો પરિચય કરાવતા ફોટોગ્રાફનાં અદભુત કેલેન્ડર દ્વારા કરાવ્યો છે.

સતત વ્યસ્ત અને કોરોનાકાળ જેવા સમયને કારણે લોકોને ભીડ ભાડથી દુર રહી સાહસિક સ્થળોની મુલાકાત લેવાનું યુવા વર્ગમાં જે ચલણ વધ્યું છે તે ધ્યાને રાખી ૨૦૨૪ નું ડેસ્ક કેલેન્ડર ત્યાર કરી પોતાના સંબંધીઓ અને પરિચિતોને મોકલ્યું છે.

જંગલના અદભુત  કુદરતી સોંદર્ય વચ્ચે   રાજસ્થાનના રણથમભોર હોય કે દેશ વિદેશના લોકો માટે સૌરાષ્ટ્રનાં શાસણના સિંહ, મહારાષ્ટ્રનાં તડોબાના અદભુત વિઝન વચ્ચે ટાઇગરની તસ્વીર નિહાળી મોઢામાંથી વાહ શબ્દ ન સરે તો જ નવાઈ, અનુપમસિંહ ગેહલોત જેવા વાઇલ્ડ લાઈફ પ્રેમીની દૃષ્ટિ અહી પુરતી સીમિત રહી નથી મધ્ય પ્રદેશના પન્ના સુધી વિસ્તરી છે, પોલીસ અધિકારીઓ વિષેની લોકોની સામાન્ય કલ્પના કરતા એક જુદું જ રૃપ અને ગુજરાત સહિત ભારતના ટુરીઝંમને બળ મળે તેવું અનુપમસિહ ગેહલોતનુ વ્યકિતત્વ લોકોને ખૂબ સ્પર્શી જશે તેના કોઈ બે મત નથી.

(5:02 pm IST)