Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

અમદાવાદથી મુંબઈ તરફ જતા યાત્રીઓ કૃપીયા ધ્યાન દે : વાપી નજીક સમારકામના કારણે કેટલીક ટ્રેનોને થશે અસર

વાપી અને બગવાડા સ્ટેશનો વચ્ચે સબવેના બાંધકામના કારણે મંગળવારે 11.40 થી 14.10 કલાક સુધી બ્લોક લેવાશે

અમદાવાદ : પશ્ચિમ રેલવેના વાપી અને બગવાડા સ્ટેશનો વચ્ચે સબવેના બાંધકામના કારણે 13 ફેબ્રુઆરી 2024ને મંગળવારના રોજ 11.40 થી 14.10 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે. આ સમારકામના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે, જેની વિગતો નીચે મુજબ છે 

  • ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસને 01 કલાક 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 22497 ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ 01 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 20 મિનિટમાં રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર એક્સપ્રેસ 01 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 12217 કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
(7:17 pm IST)