Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

આબુરોડ પર કાર ચાલકે 10થી વધુ લોકોને અડફેટે લીધા : 3 રાહદારીઓનું કમકમાટી ભર્યું મોત: 8 ગંભીર રીતે ઘાયલ

આબુરોડના રિકો વિસ્તારમાં ઓવરસ્પિડ હોવાના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી

અંબાજી નજીક રાજસ્થાનના આબુરોડ શહેરમાં હ્યુન્ડાઇ i20એ મોતનો ખેલ ખેલ્યો છે. ઓવરસ્પિડ કારે રસ્તા પર ચાલતા 10થી વધુ લોકોને અડફેટે લીધા છે. જેમાં 3 રહેદારીઓનું કમકમાટી ભર્યું મોત થયું હતું. તેમજ 8 જેટલાં રહેદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગાડી પાટણની હોવાની વિગતો સામે આવી છે.  ઓવરસ્પિડ હોવાના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

  આબુરોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને અડફેડે લીધા છે, જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  રોડ પર ઘાયલોની ચિસા ચીસ થતા દયનિય માહોલ સર્જાયો હતો. ઓવર સ્પિડ કારણે 3 લોકોની જિંદગી લેવાઈ ગઈ છે જ્યારે 8ને ગંભીર ઈજા પહોંચાડી છે.

  પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને સરકારી રિકો હોસ્પિટલ ઈલાજ માટે ખસેડવામાં આવ્યા છે તેમજ વધુ તપાસ પણ હાથ ધરાઈ છે.  SDM વિરારામએ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણકારી મેળવી છે.

 
(8:01 pm IST)