Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ભરૂચના વેજલપુર વિસ્‍તારમાં પૈસાના ડખ્‍ખામાં આવેશમાં આવેલા નાના ભાઇએ છરીના ઘા ઝીંકીને મોટા ભાઇને પતાવી દીધો

ભરૂચ: નાણા બાબતે બે ભાઇ ઝગડ્યા, આવેશમાં આવેલા નાના ભાઇએ ચપ્પુના ઘા મારી મોટા ભાઇને પતાવી દીધો. મિસ્ત્રી કામ કરતાં બે ભાઇઓનો સામાન્ય ઝઘડો જીવલેણ નીવડ્યો છે. પોલિસે આરોપી સગા ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં શહેર વેજલપુર વિસ્તારમાં આવેલી પોપટી ખાડીમાં મજૂરીના રૂપિયા માટે નાના ભાઈએ મોટા ભાઈ ઉપર ચપ્પુ વડે હુમલો કરીને મોત ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યાના આરોપીને પકડી પાડયો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના મહામારીમાં કારણે લોકો ભયના માહોલમાં છે. ત્યારે ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પોપટીખાડી નજીક રહેતા નટવર ચુનીલાલ મિસ્ત્રી ઉ.વ 45 અને તેનો નાનો ભાઈ સતીષ ચુનીલાલ મિસ્ત્રી બંનેય માતા-પિતા સાથે રહી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

પરંતુ શુક્રવારે મજૂરી કરીને પરત પોતાના ઘરે આવ્યા હતાં. તે સમય દરમિયાન બંને ભાઈઓ વચ્ચે મજૂરીના રૂપિયા બાબતે તકરાર થતા નાના ભાઈ સતીષે ઉશ્કેરાઈ મોટા ભાઈ નટવરને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેતાં તેને ગંભીર હાલતમાં નટવરને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયો હતો. જો કે તેને વધુ સારવાર મળે તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી સગા ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:20 pm IST)
  • પોરબંદર સુભાષનગર પોલીસ ચોકી પાછળ લાંગરેલા પાકિસ્તાની બોટમાં આગ લાગી કોઈ જાનહાનિ કે નુકસાન નથી access_time 11:53 pm IST

  • ૨૮-૨૯ની ઓખા-નાથદ્વારા ટ્રેન બંને તરફે રદ્દ : રાજકોટઃ અજમેર ડિવીઝનના માલવી સ્ટેશન પાસે નોન ઇન્ટરલોકીંગ કામના કારણે ઍન્જીનિયરીંગ બ્લોક કરવામાં આવવાનું હોવાથી તા.૨૮મી અને તા.૨૯મીની ઓખા-નાથદ્વારા ટ્રેન બંને તરફે રદ્દ રહેશે તેવું ડીસીઍમ અભિનવ જૈફઍ જણાવ્યુ છે access_time 4:53 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST