Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

નાંદોદ તાલુકામાંથી એક પુત્રના પિતાએ સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરતા ચકચાર

ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામ માંથી સગીર વયની દીકરીનું પરણિત પુરુષે લગ્ન ની લાલચે અપહરણ કરતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.
 મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના એક નાનકડા ગામની 16 વર્ષીય સગીર વયની દીકરીનું નજીકના ગામનો પરણિત અને એક પુત્રનો પિતા મુકેશભાઈ જીતેન્દ્રભાઈ વલવી નામનો પુરુષ સગીરાને પ્રેમજાળમાં ફસાલી લગ્ન કરવાની લાલચ આપી પટાલી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતા આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સગીરા ના દાદા એ ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 pm IST)