Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મહેસાણામાં દક્ષિણીને, વડોદરામાં ઝવેરીને કલેકટરનો હવાલો

રાજકોટ તા. ૧ર :.. રાજય સરકારે મહેસાણા અને વડોદરાના કલેકટરની બદલી કરતા તેમના વધારાના હવાલા જે તે જિલ્લા વિકાસ અધિકારીને સોંપ્યા છે. મહેસાણામાં ડી. ડી. ઓ. એમ. વાય. દક્ષિણી અને વડોદરામાં ડી. ડી. ઓ. કિરણ ઝવેરીને જિલ્લા કલેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જામનગરના મ્યુ. કમિશનરની બદલી થતા ત્યાં કલેકટર  રવિશંકરને મ્યુ. કમિશનરનો ચાર્જ અપાયો છે. ત્રણેય જગ્યાઓ પર ટૂંક સમયમાં નવી નિમણુકની શકયતા છે.

(11:37 am IST)