Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સુરતઃ કોરોનાકાળમાં વેપારધંધા ઠપ્પ થતા વેપારીએ શરૂ કર્યો દારૂનો ધંધો:પોલીસના હાથે ઝડપાઇ ગયો

સાડીનો વેપારીએ આર્થિક સંકડામણને કારણે દારૂનો વેપલો શરૂ કર્યો : પોલીસે 2,77 લાખનો મુદામાલ જપ્ત કર્યો : દારૂની સપ્લાઈ કરનાર આયુસ નામના બૂલટેગર વોન્ટેડ જાહેર

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતા મુકેશકુમાર રાધેશ્યામ સામરા આમતો છે સાડીનો વેપારી પણ છેલ્લાં દોઢ વર્ષમાં કોરોનાકાળમાં લોકડાઉનને લઇ તેનો ધંધો પડી ભાંગ્યો હતો અને તેના માથે દેવુ થઇ ગયું હતું. જેથી આર્થિક સંકડામણથી બહાર આવવા માટે તેણે દારૂનો વેપાર શરૂ કર્યો હતો.

જોકે, પોતાની ગાડીમાં દારૂનો જથ્થો પોતાની સોસાયટીમા પાર્કિંગમાં રહેલ ગાડીમાં સંતાડ્યો હતો જોકે આ બાબતે પોલીને ખબર પડતા પોલીસે આ વેપારીને ઝડપી પડી તેની પૂછપરછ શરૂ વેપારીએ પોતે દારૂનો વેપાર કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 2,77 લાખનો મુદામાલ સાથે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જોકે આ વેપારીને દારૂ આપનાર આયુસ નામના બૂલટેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ પહેલો કેસ એવો નથી વ્યાપારી આર્થિક પરિસ્થિતિ બગડતા તેણે દારૂનો વેપાર કરવો પડ્યો છે

(12:34 pm IST)