Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ડીસાના ચકચારી સીએની પત્નીની હત્યા કેસનો મુખ્ય આરોપી કીર્તિ સાંખલા ઝડપાયો

મૃતકના સગાઓની સચોટ બાતમીના આધારે એલસીબી પોલીસે છાપી ખાતેથી ઝડપી પાડ્યો

ડીસામાં જાણીતા સીએની પત્નીને વાહનની ટક્કર મારી હત્યાના બહુ ચકચારી કેસમાં સોપારી લેનાર મુખ્ય આરોપીને મૃતકના સગાઓની સચોટ બાતમીના આધારે એલસીબી પોલીસે છાપી ખાતેથી આબાદ ઝડપી પાડ્યો હતો. સમગ્ર કેસનો મુખ્ય આરોપી કીર્તિ કાનાજી સાંખલા છેલ્લા ઘણા સમયથી પોલીસ પકકડથી ભાગતો ફરતો હતો ત્યારે ગતરોજ દક્ષાબેનના સગાની બાતમીના આધારે એલસીબી પોલીસે છાપી તાજ હોટલ આગળથી તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જેથી હવે દક્ષાબેનના મોતને લઈ છવાયેલ રહસ્યોના તાણાવાણાનો ભેદ ઉકેલાશે.મુખ્ય આરોપી ઝડપાતા મૃતકના પરિવાર અને સગાઓએ પણ રાહતની લાગણી અનુભવી છે

ચકચારી હત્યા કેસનો મુખ્ય આરોપી કીર્તિ સાંખલા પકડાતા મૃતકના પરિવારે તેને ભગાડવામાં કોણે મદદ કરી અને ગાડી અને પૈસા કોણે આપ્યા ? આટલા દિવસ ક્યાં રોકાયો અને આવા હત્યારાને આશરો આપનાર સામે પણ ગુન્હો દાખલ થાય, તે જે મોબાઈલ નંબર પર વાત કરતો હતો તે મોબાઈલ કાર્ડ કોના નામનું હતું અને એ નંબર પર જેની સાથે વાત કરી હોય તેમની સામે પણ ગુન્હો દાખલ થાય, તેણે હત્યા માટે કેમ સોપારી લીધી,લલિત કોના કોના સંપર્ક માં હતો જે તમામ યુવતીઓના નામ કીર્તિ પાસેથી મેળવી યુવતીઓ સામે ગુન્હો દાખલ થાય,તેનો ગુન્હો આ પ્રથમ નથી અનેક મહિલા,યુવતીઓના જીવ લીધા હશે તે બાબતે તપાસ થવી જાેઈએ જેથી અગાઉ પણ આવી રીતે પ્લાન કરીને કોઈની હત્યા કરી હોય તો એને ન્યાય મળે,લલિત,મહેશ અને કીર્તિ સિવાય પણ આરોપીઓ હોઈ શકે તેંમની ધરપકડ થવી જાેઈએ, કીર્તિ જ્યાં હતો ત્યાં તેના પરિવારજનો કેટલીવાર મળવા ગયા અને કોની ગાડીનો ઉપયોગ કર્યો તે ગાડી અને પરિવાજનો પર પણ ગુન્હો દાખલ થવો જાેઈએ.તેવી માંગ કરી છે.

મુખ્ય સૂત્રધાર કીર્તિ માળીને ઝડપી વધુ પૂછપરછ માટે એલસીબી પોલીસ હવે કોર્ટ સમક્ષ તેના રિમાન્ડની માગણી કરશે.રિમાન્ડ બાદ તેણે દક્ષાબેનની હત્યા કેમ કરી અને કેટલાની સોપારી લીધી હતી ? હત્યામાં કોણ કોણ સામેલ હતા ? અગાઉ કેટલા ગુના કરેલા છે અને કીર્તિને સાથ આપનાર પોલીસ અધિકારી છે કે કેમ ? તે તમામ રહસ્યો ઉપરથી પડદો ઊંચકાશે.જાેકે લલિતે પૈસા માટે હત્યા કરી હોવાની વાત કરી છે પણ સત્ય હકીકત કીર્તિ જાણતો હોઈ આ હત્યા પૈસા માટે કે પછી પ્રેમિકા માટે કરી છે ? તે તમામનો ખુલાસો તેની આકરી પૂછપરછ બાદ થશે.

(12:35 pm IST)