Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ખોડલધામ - કાગવડમાં કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજના આગેવાનો દ્વારા સાથે મળીને ધ્વજારોહણ

વિરપુરઃ ખોડલધામ-કાગવડ ખાતે આજે કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજના આગેવાનોની અગત્યની મીટીંગ મળી હતી. જેમા અનેક મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મીટીંગ પહેલા બન્ને સમાજના આગેવાનોઍ સાથે મળીને ખોડલધામ-કાગવડ મંદિરે ધ્વજારોહણ કર્યુ હતુ અને બન્ને સમાજ ઍક છે અને હવે પછી બન્ને સમાજ સાથે મળીને જુદા જુદા નિર્ણયો લેશે તેમ જાહેર કર્યુ હતું. (તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર-જલારામ)

(3:09 pm IST)