Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મોડાસા: બે મહિના બાદ શામળાજીના દર્શન ખુલતા ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું

અરવલ્લી:જિલ્લામાં કોરોના વાયરસની મહામારીએ કારો કેર સર્જયો હતો સરકારે સંક્રમણને નાથવા આંશીક લોકડાઉન પણ લાગુ પાડયું હતું. અને કેટલાક વેપાર રોજગાર સાથે જિલ્લાના મંદિરો,દ્યાર્મિક સંસ્થાઓ,આશ્રમો અને સ્થાનિકોમાં  જાહેર જનતાના દર્શન પ્રવેશ બંધ કરાવી દીધો હતો. જિલ્લામાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતેનું ભવ્ય શ્રી ગડાધર વિષ્ણુ મંદિર પણ સરકારની ગાઈડ લાઈન ને પગલે ૧૧ એપ્રિલથી બંધ કરી દેવાયું હતું.જોકે મંદિરના પૂજારી દ્વારા ભગવાનની પૂજા-અર્ચના અને આરતી બંધ બારણે યોજાતી હતી.

પરંતુ છેલ્લા બે માસથી બંધ મંદિર સરકારી છુટછાટને પગલે શુક્રવારથી પુનઃ ભક્તો અને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું.મંદિરના ટ્રસ્ટી રણવીરસિંહ ડાભી ના જણાવ્યા મુજબ સરકારી માર્ગદર્શિકા મુજબ આ મંદિરે હવે ભક્તોના દર્શન યોજાશે. મંદિરમાં દસ-દસ ભક્તોને પ્રવેશ અપાશે.દર્શનાર્થીઓના પ્રવેશનો માર્ગ અને બહાર નીકળવાનો માર્ગ અલગ અલગ રખાયો છે. જયારે મંદિર પરીસરમાં ટોળા ન જામે તે બાબતે ખાસ ધ્યાન રખાશે. માસ્ક પહેરયા વગર મંદિરમાં પ્રવેશ અપાશે નહિ અને સામાજિક અંતર અને જરૂરી સેનેટાઈઝેશનનો ઉપયોગ કરાશે. મંદિરવતી આ ટ્રસ્ટીએ સંપૂર્ણ ગાઈડ લાઈન પાલનની ખાત્રી ઉચ્ચારી હતી.

 

(3:48 pm IST)