Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદ તાલુકાના આંબલી ગામે વેપારીના ઘરમાંથી ગઠિયા 4 લાખના દાગીના ચોરી છુમંતર

અમદાવાદ: શહેરના આંબલી ગામમાં રહેતા વેપારીના ઘરમાંથી કોઈ અજાણ્યા શખ્સો હીરા અને સોનાના મળીને કુલ રૃ.૪,૮૪,૧૫૧ ની કિંમતના દાગીનાની ચોરી કરી ગયા હતા. સરખેજ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આંબલી ગામમાં શિવાલીક પ્લોરીંગ ખાતે રહેતા રવીન્દ્રન અરૃમુધન(૫૨) થલતેજમાં ઓફિસ ધરાવી શિપીંગનો વ્યવસાય કરે છે. તેમના ઘરમાં પુજા હોવાથી તેમણેે બેન્કના લોકરમાંથી દાગીના કાઢીને પુજામાં મુક્યા હતા. બાદમાં દાગીના કબાટના ડ્રોઅરમાં મુકીને ચાવી પણ ડ્રોઅરમાં મુકી હતી. બીજીતરફ તેમના ઘરમાં કાચ ફીટીંગનું કામકાજચાલતું હોવાથી મજુરોની અવરજવર રહેતી હતી.

(3:51 pm IST)