Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 387 જર્જરિત મકાનોને નોટિસ ફટકારવામાં આવી

વડોદરા:શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ જર્જરિત મકાનો આવેલા છે. આ વિસ્તારમાં 387 નોટિસ અપાઇ છે એ પછી પશ્ચિમ ઝોનમાં નોટિસો અપાઇ છે, જ્યારે ઉત્તર ઝોનમાં 48 અને દક્ષિણ ઝોનમાં 35 નોટિસો અપાઇ છે.

કોર્પોરેશને જર્જરિત મકાનોના માલિકો અને ભાડુઆતના કોર્ટ કેસ ચાલતા હોય તેવી તકરારી મિલકતોમાં રહેતા લોકોને નોટિસમાં જણાવ્યું છે કે જર્જરિત મિલકતોમાં રહેવું જોખમી છે અને તેમાં પ્રવેશ પણ ન કરવો લોકોએ પણ આવી મિલકતો પાસેથી પસાર  પણ નહીં થવું તેવી સલાહ અપાઈ છે.

અત્રે એ નોંધનીય છે કે જર્જરિત મકાનોના માલિકો અને ભાડુઆતો વચ્ચે કોર્ટ કેસ ચાલતા હોવાથી કોર્પોરેશન કોઇ કાર્યવાહી કરી શકતું નથી. વર્ષો જુના મકાનોમાં ભાડુઆત ઓછા ભાડેથી રહેતા હોવાથી મકાન માલિકો મકાનોનું મેન્ટેનન્સ કરાવતા નથી. જેના લીધે ભાડુઆત સાથે અવારનવાર તકરાર થતી રહે છે અને તેમાંથી કોર્ટ કેસ ઊભો થાય છે.

 

(4:02 pm IST)