Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સુરતના મગદલ્લા ત્રણ રસ્તા નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત:એકનું મોત

સુરત: શહેરના ડુમ્મસમાં રહેતા મામાને મળી યુવક મિત્ર સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેને અકસ્માત નડ્યો આવતી વખતે મગદલ્લા ત્રણ રસ્તા પાસે અજાણયા વાહને બાઈને અડફેટે લેતા ઇજા પામેલા બે મિત્રો પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું.

નવી સિવિલથી મળલી માહિતી મુજબ વેસુ ખાતે આવેલ સુડા આવાસમાં રહેતો 17 વર્ષીય શની સૂર્યકાંત શાહ શુક્રવારે મિત્ર યશ ચંદુ રાઠોડ (ઉ.વ.16) ને લઈને ડુમ્મસમાં રહેતા મામાના ઘરે ગયો હતો. ત્યાબાદ ગત બપોરે બંને બાઈક પર ઘરે પરત આવવા નીકળ્યા હતા તે સમયે મગદલ્લા ત્રણ રસ્તા પાસે અજાણયા વાહન ચાલકે તેમની બાઇકને અડફેટે લેટ અકસ્માત સર્જાયો હતો જેમાં બંનેને ઇજા થતા સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરેએ શનિ શાહને મૃત જાહેર કર્યો હતો.

તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે શનિ અગાઉ પરાઠાની લારી ઉપર કામ કરતો હતો પણ કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરેજ હતો.હાલમાં કોઈ કામ ધંધો નહીં કરતો હતો. તેના બે ભાઈ હતા. તેના મોતને લીધે પરિવારમાં શોક ફરી વળ્યું હતું. આ અંગે ડુમસ પોલીસે અજાણયા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)