Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કપડવંજ તાલુકાના ચીખલોડ નવીનગરી વિસ્તારમાં બે અલગ અલગ અકસ્માતમાં એક શખ્સનું ઘટનાસ્થળેજ મોત

કપડવંજ: તાલુકાના ચીખલોડ નવીનગરીમાં  વિસ્તારમાં રહેતા અરૂણભાઇ અને દિનેશભાઇનો નાનો દિકરો હરેશ ઉં.૧૪ મોટર સાયકલ પર કાપડીવાવા તરફ આવી રહ્યા હતા તે સમયે બાલાસિનોર થી કપડવંજ તરફ આવતી એક એસ.ટી.બસના ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અરૂણભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી બંને વ્યક્તિઓ જમીન પર પટકાતામોટર સાયકલ પાછળ બેઠેલ હરેશને ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ.જ્યારે અરૂણભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે દિનેશભાઇ પૂંજાભાઇ વસાવાએ કપડવંજ રૂરલ પોલીસ મથકે એસ.ટી.બસના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. 

નડિયાદ શહેરના જવાહનગરમાં રહેતા હરીશભાઇ મોટવાણી ગત તા.૫ જૂનના રોજ સંતરામ શાક માર્કેટ પાસે નાસતો લેવા માટે ગયા હતા.તે સમયે એક નાસ્તો ન મળતા તેઓ ઘર તરફ આવવા નિકળ્યા હતા.તે સમયે શહેરના બાબાસાહેબ સ્ટેચ્યુ પાસેથી રોડ ક્રોસ કરવા જતા એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલને અડફેટ મારી હતી.

જેથી મોટર સાયકલ ચાલક હરીશભાઇ મોટવાણીને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે હરીશભાઇ ચેતનદાસ મોટવાણીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ રૂરલ અને નડિયાદ ટાઉન પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:09 pm IST)