Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જગન્નાથજીની જળયાત્રા કોરોના ગાઇડલાઇન સાથે નીકળશેઃ પ્રદીપસિંહ જાડેજા

૨૪ જુનના રોજ સીમિત લોકો સાથે જળયાત્રાઃ ગૃહમંત્રીએ જન્મદિને માતા ભદ્રકાળી તથા જગન્નાથજીના દર્શન કર્યા

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની ૧૨ જુલાઇના પ્રસ્તાવીત રથયાત્રાથી પહેલા ૨૪ જુનના રોજ જળયાત્રા કોરોના ગાઇડલાઇન સાથે કાઢવામાં આવશે. રથયાત્રા અંગે ત્યારની પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે. તેમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવેલ.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ગઇકાલે જન્મદિવસ હોવાથી તેઓ નગરદેવી માતા ભદ્રકાળીના દર્શન કરવા ગયેલ. ત્યાંથી તેઓએ ભગવાન જગન્નનાથ મંદિર પહોંચી પૂજા-અર્ચના કરેલલ ત્યારબાદ તેમણે મંદિરના મહંત દિલીપદાસજી અને પ્રમુખ ન્યાસી મહેન્દ્ર ઝા અને અન્ય લોકો સાથે રથયાત્રા અને તેની પહેલાની જળયાત્રા અંગેની તૈયારીઓ ઉપર ચર્ચા કરેલ.

અમદાવાદમાં હાલ કોરોના કાબુમાં જે, જેથી કોરોના ગાઇડલાઇન પાલન સાથે જળયાત્રા કાઢવા અંગે સહમતીથી નિર્ણય લેવાયેલ પણ સીમિત લોકો સાથે નિકળશે.

આ વર્ષે ૧૨ જુલાઇએ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા છે. તેને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે. પુરી પછી દેશભરમાં અમદાવાદ ખાતે સૌથી મોટી રથયાત્રા નીકળે છે.

રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવીકો જોડાય છે. જે ૧૮ કિમી લાંબી હોય છે. ૨૦ હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત હોય છે. જેમાં સીઆરપીએફ પણ હોય છે. અન્ય રાજયોની પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાય છે ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે રથયાત્રા ન નીકળેયલ મંદિર પરિસરમાં જ રથોને ફેરવીને પરંપરા નિભાવાયેલ.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવેલ કે ૨૪ જુને જળયાત્રાને કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કાઢવામાં આવશે. જયાં સુધી રથયાત્રાનો સવાલ છે તો મારી ઇચ્છા જ નહીં પણ બધા નગરવાસીઓને દર્શન આપવા નગરચર્ચાએ નિકળે. ગત વર્ષે કોરોના સંક્રમણનું ફેલાવાના કારણે રથયાત્રા ન નીકળેલ. જેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ જણાવેલ કે પરિસ્થિતિ જોઇને રથયાત્રા અંગે સરકાર અને મંદિર પ્રશાસન ચર્ચા કર્યા બાદ નિર્ણય લેશે.

(4:22 pm IST)