Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

આણંદના ઉમરેઠમાં બેસીને સોશ્યલ મીડિયાના માધ્યમથી છોકરીઓના ફોટા સાથે ખોટા આઇડી બનાવીને ગેઇમ રમીને મહિલાઓને બ્લેકમેઇલ કરીને રૂપિયા માંગનાર ઝડપાયોઃ છેક છત્તીસગઢની યુવતિઓને નિશાન બનાવી હતી

આણંદ: છતીસગઢના કવર્ધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદને આધારે આણંદ ઉમરેઠના યુવક પકડાયો છે. આ યુવક સોશ્યલ મીડિયામાં છોકરીઓના ફોટા સાથે ખોટા આઇડી બનાવી ગેમ રમતો હતો. સ્ત્રી મિત્રોને બ્લેકમેલ કરી રૂપિયા માંગતા યુવકને આણંદ પોલીસે ઝડપી પાડ્યો છે.

સોશિયલ મીડિયામાં છેતરામણીના અનેક કિસ્સા સામે આવતા હોય છે. જેમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનાર દુનિયાના કોઇપણ છેડેથી દૂર અંતર સુધીના લોકો સાથે અનેક પ્રકારે છેતરામણી, બ્લેકમેઈલિંગ, સતામણી જેવા ખોટા કારનામા કરતા હોય છે. ત્યારે આવો જ એક ગુનો છતીસગઢના કવાર્ધ પોલીસ મથકે નોંધાયો છે. ગુજરાતથી સેંકડો કિલોમીટર દુર આવેલ છત્તીસગઢમાં કેટલાક લોકો સાથે મહિલાના ફોટાના નામે બનાવેલ સોશિલ મીડિયા એકાઉન્ટથી મિત્ર બનાવી ગેમ રમતા લોકો સાથે મિત્રતા કરનાર ખેડા જિલ્લાના છીપડી ગામના મજુરી કરીને ગુજરાન ચલાવનાર દિલીપ ડાભી નામના શખ્સને આણંદની ઉમરેઠ પોલીસે ઝડપી લીધો છે.

દિલીપ ડાભીએ સોશિલ મીડિયામાં અલગ અલગ 35 જેટલા ખોટા નામના યુવતીઓના ફોટાવાળા એકાઉન્ટ બનાવ્યા હતા. છત્તીસગઢની યુવતીઓ સાથે મિત્રતા કરી ગેમ રમતો હતો. ગેમ રમ્યા દરમિયાન મિત્રતા કરી તેમની સાથે ચેટ પણ કરતો અને ત્યાર બાદ તે જ યુવતીઓના ફોટા સોશિયલ મીડિયામાં મૂકી બિભત્સ લખાણ લખતો હતો. ત્યાર બાદ આ લખાણ હટાવી લેવાના બદલામાં રૂપિયાની માંગણી કરતો હતો.

ગેમ રમવાના નામે સોશિયલ મીડિયામાં ગેરકાયદાકીય રીતે બ્લેકમેલ કરનાર યુવક વિરુદ્ધ છત્તીસગઢની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. અ છત્તીસગઢ પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટનામાં ગુજરાતનો આરોપી હોવાનું જણાઇ આવ્યું હતું. આણંદ પોલીસને રિક્વેસ્ટ લેટર લખી આ બાબતની જાણ કરી હતી અને આણંદ પોલીસે ડાકોર જતા રસ્તે આ યુવક આવાની બાતમી મળતા તેને રોકી પુછપરછ કરી હતી. જે દરમિયાન તેની પાસે મળેલા મોબાઇલમાંથી ૩૫ જેટલા ફેક સોશ્યલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા હતા. ત્યારે ઉમરેઠ પોલીસે છત્તીસગઢ પોલીસને ટ્રાન્સ્ફર વોરંટના આધારે આરોપીનો કબ્જો સોંપ્યો હતો.

સોશિયલ મીડિયામાં મિત્રતા કરી ગેમ રમનાર યુવક યુવતીઓ માટે આ કિસ્સો લાલ સિગ્નલ સમાન છે.

(4:47 pm IST)