Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદમાં BRTS અને AMTS બસ 50 ટકાની ક્ષમતા સાથે દોડાવવા નિર્ણય

બસ સેવાના વ્યાપમાં વધારો કરાશે: એએમટીએસની 600 માંથી 575 બસ અને બીઆરટીએસની 350 બસ દોડશે.

અમદાવાદમાં કોરાનાના કેસ ઘટતા શહેરમાં BRTS અને AMTS બસ સેવાના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો. પહેલા જે 50 ટકા બસો દોડતી હતી તેમા વધારો કરાયો છે. શહેરમાં એએમટીએસની 600 માંથી 575 બસ દોડશે. તો બીઆરટીએસની 350 બસ દોડશે. હાલ અમદાવાદમાં એએમટીએસની 300 અને બીઆરટીએસની 125 બસો દોડે છે.અમદાવાદ શહેરમાં સતત પોણા ત્રણ મહિના જેટલો સમય બંધ રહ્યાં બાદ AMTS-BRTS બસ ધમધમતી થઈ ગઇ છે. 50 ટકાની ક્ષમતા તેમજ 50 ટકા બસ રોડ પર દોડતી કરવામાં આવી હતી જે ક્ષમતા હવે વધારી દેવામાં આવી છે. કોરોનાની બીજી લહેરનો પ્રકોપ વધતા માર્ચ માસમાં તંત્ર દ્વારા બસ સેવાને બંધ કરવામાં આવી હતી.જો કે બસ સેવા શરૂ થતા રોજ અપ-ડાઉન કરતા નોકરિયાત તેમજ મુસાફરોમાં આનંદ જોવા મળ્યો હતો. અમદાવાદના લાલદરવાજા બસ સ્ટેન્ડ ડેપો ખાતે માઈકથી એનાઉન્સમેન્ટ કરીને કોરોના અંગે મુસાફરોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થયા હતાં. તો આ સાથે જ કોવિડ-19 ના નિયમોના ચુસ્ત પાલનની અપીલ પણ કરાઈ હતી. આજે પહેલાં જ દિવસે AMTS ને રૂપિયા 3.45 લાખની આવક થઈ. જ્યારે BRTS ને રૂપિયા 3.57 લાખની આવક થઈ છે. AMTS માં 300 બસમાં 44,731 મુસાફરોએ મુસાફરી કરી જ્યારે BRTS માં 28,263 મુસાફરોએ મુસાફરી કરી.અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આજથી AMTS અને BRTS બસ સેવા શરતો સાથે ચાલુ કરવામાં આવી હતી. બસમાં 50 ટકા મુસાફરો સાથે બસ ચાલુ કરવામાં આવી પરંતુ અનેક કર્મચારીઓ લાલ દરવાજા બસ સ્ટેશન પર માસ્ક વગર જોવા મળ્યાં હતા.

(7:04 pm IST)