Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજ્યના કોન્ટ્રાકટ કેરેજ બસોને આરટીઓ ટેક્સમાંથી માફી : માર્ચ મહિના સુધીના ભરેલ ટેક્સને ત્રણ મહિનાનું રિબેટ મળશે

એપ્રિલ-મેં મહિનાનો ટેક્સ ભરેલ હશે તેવા વાહનોને મેન્યુઅલી ચકાસણી કરીને એડજેસ્ટ કરી અપાશે

અમદાવાદ : કોન્ટ્રાકટ કેરેજ બસોને આરટીઓ ટેક્સમાંથી માફી અંગે વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જે મુજબ માર્ચ મહિના સુધીના ભરેલ ટેક્સને ત્રણ મહિનાનું રિબેટ મળશે  આવા વાહનનું પત્રક 25 જૂન સુધીમાં રજૂ કરવાનું રહેશે જયારે એપ્રિલ-મેં મહિનાનો ટેક્સ ભરેલ હશે તેવા વાહનોને મેન્યુઅલી ચકાસણી કરીને એડજેસ્ટ કરી અપાશે

ગુજરાત રાજ્યના બસ માલિકોને ધણા સમય થી ટેકસ માફી અંગેની જે તે જીલ્લા ની R.T.O કચેરીમાં ટેકસ અપડેટની  તકલીફ હતી તેના અનુસંધાનમાં ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફીસ થી જે તે વિભાગીય કચેરીઓને લેખિતમાં જાણકારી- R.T.O/ARTOને  સુચનાઓ આપી છે. તા.31/3/21 સુધી નો ટેકસ ભરપાઈ કરેલ હશે તો માફી નો લાભ મળશે

(9:32 pm IST)