Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

15મીએ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી

સોમવારે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડશે : ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની શકયતા

અમદાવાદ :  અમદાવાદ અને ગાંધીનગરમાં 15 જૂને વરસાદની આગાહી કરાઇ છે. ચોમાસુ સુરત અને ગોવા વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. જ્યારે દ.ગુજરાતમાં આજે અને 14 જૂને ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકામાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

(10:02 pm IST)