Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજપીપળા સંતોષ ચોકડી પર મારામારી કરતા બે શખ્સો માં પોલીસે એકને ઝડપી પાડ્યો,એક નાસી છૂટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે મારામારી કરતા બે વ્યક્તિઓ માં પોલીસે એક ને પકડી લીધો હતો જ્યારે એક ભાગી છૂટ્યો હતો
  મળતી માહિતી અનુસાર રાજપીપળા સંતોષ ચાર રસ્તા પર કોઈક કારણોસર યોગેશભાઇ ભરતભાઇ વસાવા (રહે- ટેકરાફળીયા રાજપીપલા) તથા સંજયભાઇ જોગી (રહે-રાજપીપળા ) જાહેર જગ્યાએ અન્ય લોકોની શાંતિમાં ખલેલ પહોચે તે રીતે એકબીજાના સાથે મારામારી કરી બખેડો કરતા હોય પોલીસ ત્યાં પોહચી ત્યારે યોગેશ વસાવા પકડાઈ ગયો હતો અને સંજય જોગી ત્યાંથી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:06 pm IST)