Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

નર્મદા જિલ્લાના ગામોને સ્વતંત્ર ગ્રામપંચાયત અપાવવા 3 વર્ષથી આંદોલન કરતા આમુ સંગઠને હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ત્રણ વર્ષ થી આંદોલન ચલાવનાર આમુ સંગઠને હાઇકોર્ટ માં અપીલ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગામો ને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવા ત્રણ વર્ષ થી આંદોલન કરી રહેલ આદિવાસી મૂલ નિવાસી સંગઠન (આમુ)તરફથી ચાલતા આંદોલન ને સરકારે ન્યાય નહિ આપતા આખરે આમૂ સંગઠને ન્યાય માટે હાઇકોર્ટમાં અપીલ કરી હોવાનું આમુ સંઘટન નર્મદા જિલ્લાના પ્રમુખ મહેશ એસ વસાવા એ જણાવ્યું છે.
  નર્મદા જિલ્લા માં લગભગ 638 જેટલા ગામડાઓ છે જેમાં માત્ર 110 ગામ ને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળી છે આ આંદોલન ચલાવી રહેલ રાજપીપલા પાલિકા ના પૂર્વ પ્રમુખ અને આમૂ  સંગઠન ના પ્રણેતા મહેશ વસાવા ના જણાવ્યા મુજબ ઘણા ગામો એવા છે કે ગ્રામપંચાયત થી 10 થી 15 કી. મી.થી પણ દૂર છે જિલ્લાની ભૌગોલિક રચના જોતા દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત હોવી જરૂરી છે કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયત માં 10 થી 15 ગામ જોડાયેલા છે ત્યારે આ આંદોલનને વેગ આપવા તાજેતર   માં કલેક્ટર કચેરી સામે પાંચ દિવસ ના ધરણા નો કાર્યક્રમ પણ રાખવા માં આવ્યો હતો છતાં ન્યાય નહિ મળતા આખરે હાઇકોર્ટ માં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે હાઇકોર્ટ શું હુકમ કરે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

(11:59 pm IST)