Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રથયાત્રામાં સૌથી આગળ પોલીસ વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા

માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે

અમદાવાદ : અમદાવાદમાં  રથયાત્રામાં સૌથી આગળ પોલીસના વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા હતા રથની પાછળ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 રાયપુર ચાર રસ્તા કે જ્યાં દર વર્ષે રથયાત્રા પહોંચે તે સમયે સેંકડો માનવ મહેરામણ ઉમટતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને લઈ નિયંત્રણ હોવાથી રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા હતા આમ રથયાત્રા આગળ વધી હતી.

 રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ જાહેર કર્યો હોય જાહેર જનતા રથયાત્રા માં સામેલ થઈ શકશે નહીં,આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાથી પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે

(10:13 am IST)