Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પવિત્ર અષાઢી બીજના દિને મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ૫૦૦૦ કિલો ખારેક અને જાંબુનો ફલકુટ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો

તમામ પ્રસાદ ગરીબો અને બાળકોને વહેંચવામાં આવ્યો

અમદાવાદ તા.૧૨  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, પૂજ્ચ માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી દર વરસે  વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.

        વૈષ્ણવી પરંપરા પ્રમાણે ભગવાનને ઋતુ ઋતુ પ્રમાણે ફળો ધરવામાં આવતા હોય છે. તે  પરંપરા પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, પવિત્ર રથયાત્રાના પુનિત પર્વે અને ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૦મી જન્મ જયંતી દિને અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે અને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ૫૦૦૦ કિલો ખારેક અને જાંબુ ઠાકોરજીને ધરવામાં આવેલ.

તમામ ખારેક કચ્છના હરિભકતો ભારાસરના લક્ષ્મણભાઇ વરસાણી, કાનજીભાઇ હિરાણી અને ખીમજીભાઇ વરસાણી તરફથી સેવામાં આવેલ. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી દર્શન ખુ્લ્લા મૂક્યા હતા. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૦મી જન્મ જયંતી દિને નિમિત્તે એક કલાક અખંડ ધૂન રાખવામા આવી હતી.

ખારેક અને જાંબુનો તમામ પ્રસાદ ગરીબો અને બાળકોને વહેંચવામાં આવ્યો હતો.

વિતરણ વ્યવસ્થા કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી, ભંડારી અક્ષરપ્રિયદાસજી સ્વામી, પ્રિયવદનદાસજી સ્વામી અને સૂર્યકાંતભાઇ પટેલે  સંભાળી હતી.

(12:11 pm IST)