Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સરકારે ધો.૧ર ઓફલાઇન શરૂ કરવા જણાવતા મૂંઝવણ !!!

જયાં પરીક્ષા છે ત્યાં છાત્રો શું કરે ?

ખંભાળીયા તા.૧ર : કોરોના મહામારીમાં ઘટાડો થતો હોય રાજય સરકાર દ્વારા મરજીયાત રીતે તથા વાલીઓની સહમતી લઇને ધો. ૧ર ના છાત્રોને શાળામાં આવવાનું તથા ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનું ૧પ/૭/ર૧ થી નકકી કર્યું છે.

નવાઇની વાત એ છે કે ૧પ/૭થી ધો.૧૦/૧ર ની બોર્ડની પરીક્ષાઓ માટે સમગ્ર રાજયમાં સાડા પાંચ લાખ છાત્રો પરીક્ષા આપનાર છે. ત્યારે એજ દિવસથી ધો.૧ર છાત્રો માટે ઓફલાઇન શાળા શરૂ કરવાનું નકકી કરાતા જયાં પરીક્ષા હોય ત્યાંછાત્રો ના આવી શકે તેવું થાય અને ર૮/૭/ર૧ સુધી પરીક્ષાઓ શરૂ થવાની હોય ધો.૧રના છાત્રોનેજયાં પરીક્ષા  છે.ત્યાં મોટો પ્રશ્ન ઉભો થયો છે.

(3:25 pm IST)