Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

હિરા બુર્સ બન્યા બાદ સુરત નવા શીખરો સર કરશેઃ રાજ્ય સરકાર દરેક સંભવ મદદ કરશે : વિજયભાઇ

મુખ્યમંત્રીએ સુરતના ખાજોદ સ્થિત ડાયમંડ બુર્સની પ્રગતી જાણી

સુરત,તા. ૧૨: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ સુરતની મુલાકાત લીધી હતી. તેમણે જણાવેલ કે સુરતનો ડાયમંડ બુર્સ આવનાર દિવસોમાં સૌથી મોટુ હબ બનીને ઉભરશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થાને મળશે. સાથે જ હજારો લોકોને રોજગારી મળશે.

વિજયભાઇએ સૌથી પહેલા ખજોદ સ્થિત હીરા બુર્સની મુલાકાત લીધેલ. બુર્સ પ્રબંધનથી વાતચિત દરમિયાન તેમણે જણાવેલ કે હીરા ઉદ્યોગને ગતિ આપવા માટે રાજ્ય સરકાર દરેક સંભવ મદદ માટે તૈયાર છે. સુરતના હીરા ઉદ્યોગના વિકાસમાં કોઇ બાધા નહીં આવવા દેવાય.

તેમણે વધુમાં જણાવેલ કે હીરા બુર્સ બનીને તૈયાર થયા બાદ શહેરમાં હીરા ઉદ્યોગ નવા શીખરો સર કરશે. આ ગુજરાત માટે ગૌરવની વાત છે. ડાયમંડ બુર્સના ડાયરેકટર પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ પ્રેઝટેન્શન દરમિયાન વિજયભાઇને ડાયમંડ બુર્સના કામ શરૂ થયા બાદ વિશ્વના ખરીદદાર હીરા માટે સુરત આવશે. રફ હીરા વેચનાર પણ આવશે. જેથી શહેરના લોકો-વેપારીઓને હીરા ખરીદવા બહાર નહીં જવું પડે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, સ્વાસ્થ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી, મેયર હેમાલી બોઘાવાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, દક્ષીણ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ દીનેશ નાથડીયા અને ડાયમંડ હીરા બુર્સ ચેરમેન વલ્લભભાઇ સવાણી વગેરે હાજર રહેલ.

(3:26 pm IST)