Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

NFSU-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં “સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલીસિસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ”નું ઉદ્દઘાટન

ઈન્વેસ્ટિગેશન ઓફ ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન" ફોર ઇન્ડિયન પોલીસના વર્ચ્યુઅલ ટ્રેનિંગ મોડલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન : કેમ્પસમાં વૃક્ષારોપણ

રાજકોટ તા૧૨ :  NFSU-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર  મંત્રી  અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી  વિજયભાઈ  રૂપાણીની ઉપસ્થિતિમાં આજે  “સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલીસિસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ”નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

       “ઈન્વેસ્ટિગેશન ઓફ ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન" ફોર ઇન્ડિયન પોલીસના વર્ચ્યુઅલ ટ્રેનિંગ મોડલનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર  મંત્રી  અમિતભાઈ શાહે 

કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા  કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરાવામાં આવ્યું હતું. 

આ વેળાએ રાજ્ય ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, કેન્દ્રીય ગૃહ સચિવશ્રી અજયકુમાર  ભલ્લા,અધિક સચિવશ્રી પૂન્યા શ્રીવાસ્તવ, 

ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી કુલદીપ આર્ય,  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના DG શ્રી રાકેશ અસ્થાના, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા, NFSUના કુલપતિ ડૉ. જે.એમ.વ્યાસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ,  NFSUના વૈજ્ઞાનિકો,અધ્યાપકો,  વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(5:10 pm IST)