Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ચેકડેમની દિવાલ જર્જરિત થતાં વિરમગામના રૂપાવટી ગામના ગ્રામજનોએ સ્વ ખર્ચે રીપેર કરી

સ્થાનિક લોકોના સહયોગથી જર્જરિત ચેકડેમની દિવાલનું કામ પૂર્ણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ તાલુકાના નળકાઠા વિસ્તારમાં આવેલ રૂપાવટી ચેક ડેમની દિવાલ જર્જરિત થતા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર રૂપાવટી ગામના સંયોજક મિત્રો, ગામનાં લોકોના સહયોગથી સ્વખર્ચે દિવાલનું કામ પૂર્ણ કર્યું હતું. આ કામમાં ગામના ઉપ સરપંચ ભાઈલાલભાઈ, પંચાયત સદસ્ય ભાઈરામભાઈ, વિરમગામ તાલુકા વિવેકાનંદ સંયોજક રસિકભાઈ, સહ સંયોજક શૈલેષભાઈ, અશ્વિનભાઈ, પ્રકાશભાઈ, જયંતિભાઇ સહયોગથી બન્યા હતા તેમ વિરમગામ તાલુકા વિવેકાનંદ સંયોજકે જણાવ્યું હતું (તસવીર - રસીક કોળી (રૂપાવટી)

(6:15 pm IST)